Wednesday, December 25, 2024

ગટરની સફાઈ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦૦ ની મર્યાદામાં સહાય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લાના લાયકાત ધરાવતા સફાઈ કામદારો નિગમની સાઈટ પર ૨૯ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકશે

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈકર્મીઓને તેમનું કાર્ય સરળ બનાવવા તેમજ આર્થિક સહાય આપવાના ઉદેશ્ય સાથે જરૂરી ઉપકરણો અને સલામતિના સાધનો જેવાકે ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત મહત્તમ રૂા.૫૦,૦૦૦/- ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

મોરબી જિલ્લામાં લાયકાત ધરાવતા સફાઈ કામદારો તારીખ: તા.૨૯/૦૨/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકની – કચેરી રૂમ નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૦૬/૦૩/૨૦૨૪ નાં રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક (અ.જા.ક) મોરબીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર