Sunday, September 22, 2024

ક્યુટોન ગ્રુપના અનેક સ્થળ પર ચાલી રહેલા આઈટીના દરોડા પૂર્ણ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સહીત દેશના અલગ અલગ 25 સ્થળ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલી ક્યુટોન ગ્રુપના પ્રમોટર જગદીશ દાલસાણીયા, મનોજ અગ્રવાલ, રાજીવ અદાલખ, સુનિલ મંગનુંલિયા સહિતના માલિકના રહેણાંક મકાન સહિત અનેક સ્થળ પર દરોડા પૂર્ણ દરોડા દરમ્યાન કોલકત્તા ની પાર્ટી ને 50 કરોડ રોકડા આપી 50 કરોડનો ચેક લીધાનું સામે આવ્યું રૂ. 50 કરોડની એન્ટ્રી અંગે કોલકતા ની પાર્ટી જ કબૂલાત કરી રૂ 1 કરોડ રોકડ રકમ તેમજ 2 કરોડની કિંમતના દાગીના મળી આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા હતા ક્યુટોન ગ્રૂપ દ્રારા અન્ડર ઇનવોઈસ કરી મોટી રકમની આવકની ચોરી કરી હોવાનું દરોડા માં સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં અન્ડર બિલીંગ ઈનવોઈસ કરી જીએસટી ની ચોરી પણ ખુલે તેવી સંભાવના છે

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સની રેડ બાદ હવે ક્યુટોન ગ્રૂપને જીએસટીનો પણ સામનો કરવો પડી શકે છે ક્યુટોન ગ્રુપની કંપનીઓ રોકડના વેચાણના અને ચેકથી વેચાણના અલગ અલગ ચોપડા બનાવતી હોવાનું પણ ઇન્કમટેક્ષ ની તપાસમાં સામે આવ્યું છે જેથી અલગ અલગ યુનિટ પરથી આવા રોકડ વહીવટ અંગેના હિસાબી ચોપડા હાથે લાગ્યા છે ગ્રુપની રોકડની લેવડદેવડ મોટી હોવાથી ચોરી 250 કરોડથી પણ વધી જવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે રોકડ વ્યવહારમાં ફાઇનાન્સરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે ક્યુટોન ગ્રુપ સાથેના તાર રાજકીય પક્ષના નેતાઓ અને અભિનેતા સુધી લંબાયા હતા જેથી રોકડથી નાણાં લેનાર કે ચૂકવનાર ને પણ દંડને પાત્ર હોવાથી ફાઇનાન્સરોની કુંડળી કાઢવામાં આવી રહી છે .

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર