સતત બીજા વર્ષે ગોર ખીજડીયા ગામે મોરબી જીલ્લામાં સૌપ્રથમ ક્રોપ કંટીગ સર્વેની 100% કામગીરી પૂર્ણ કરી
મોરબી: મોરબી જીલ્લામાં ચાલી રહેલ ક્રોપ કંટીગ સર્વેમાં સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦ટકા ક્રોપ કંટીગ સર્વેની કામગીરી પુર્ણ કરવા બદલ ગોર ખીજડીયા ગામના સરપંચ અને તલાટી મંત્રીનુ સન્માન કરાયું હતું.
મોરબી જીલ્લામાં ક્રોપ કંટીગ સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કંટીગ સર્વેમાં મોરબી જિલ્લામાં સતત બીજા વર્ષે સૌપ્રથમ ૧૦૦ટકા પંચાયત વેરા વસૂલાત કરવા બદલ ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઇ મોરડીયા તેમજ ઉત્સાહી તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલ તથા ગામના એક્ટીવ વિ.સી.ઈ. રાજભાઈ પંડ્યાનું મોરબી તાલુકા પંચાયત ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.