Thursday, January 16, 2025

વાંકાનેરના કોઠી સીઆરસીમાં વિજ્ઞાન પ્રદર્શન સાથે રક્તદાન કેમ્પ યોજી અનોખી પહેલ કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરમાં જેપુર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન 2023 -24 નું આયોજન સીઆરસી કોર્ડીનેટર કૌશિક ભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સીઆરસીની તમામ શાળાના આચાર્યો તેમજ ગણિત વિજ્ઞાન પર્યાવરણ વિષયના શિક્ષકો તેમજ કૃતિમાં ભાગ લેનાર શાળાના બાળકો ઉપસ્થિત રહેલ હતા આ તકે વિદ્યાર્થીઓને ઉત્સાહપૂરો પાડવા માટે વાંકાનેરના બીઆરસી કોર્ડીનેટર પરમાર મયુરરાજસિંહ, તેમજ વાકાનેર પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી અશોકભાઈ સતાસીયાની તેમજ વાકિયા-1 સીઆરસી સોનારા અજીતભાઈ, તેમજ કોઠી તાલુકા આચાર્ય જૈનુલભાઈ બાદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ તકે વિજ્ઞાન પ્રદર્શનની સાથે સાથે લાઈફ સંસ્થાના સહયોગ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલ મહાનુભાવો તેમજ સી.આર.સીના શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ પણ રક્તદાન કરી સમાજ પ્રત્યે પોતાનો ઋણ ચુકવવાનો પ્રયત્ન કરેલો હતો સી.આર.સી કૌશિકભાઈ સોની તેમજ શાળા પરિવારના આ સુંદર આયોજનને ઉપસ્થિત તમામ લોકોએ ખૂબ જ વખાણ્યો હતો

સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન જેપુર પ્રાથમિક શાળાના આચાર્ય ચૌહાણ દિલીપભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ખૂબજ જેહમત ઉઠાવી હતી
સાથે સાથે વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ શીલ્ડ સાથે તેમના માર્ગદર્શક શિક્ષક મિત્રોને તેમજ સુંદર આયોજન બદલ શાળા પરિવારને ગિફ્ટ આપી સત્કાર કરવામાં આવ્યો હતો. લાઈફ સંસ્થાએ પણ આવા સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય દિલીપભાઈ ચૌહાણને અભિનંદન પાઠવેલા હતા તેમજ બીઆરસી મયુરસિંહ પરમાર દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને ભવિષ્યમાં ખુબ સારી સફળતા મેળવે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.અને અશોકભાઈ સતાસીયા વાંકાનેર તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષે પણ રક્તદાન કર્યું હતું અને પોતાની જોશીલી જબાનમાં તમામ આયોજકોને આવી સુંદર પ્રવૃત્તિ બદલ બિરદાવ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર