સ્કૂલ કૈસે ચલે હમ: મોરબી જિલ્લામાં કોમર્શિયલ પીળી નંબર પ્લેટના અભાવે સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાહન વ્યવસ્થાથી વંચિત!!!
વાહન વ્યવસ્થાના અભાવે વિદ્યાર્થીઓ સરકારી શાળા છોડી ખાનગી શાળામાં પ્રવેશ લેવા મજબૂર?
ટ્રાન્સપોર્ટેશનના અભાવે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનું પ્રમાણ ઘટ્યું?
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધો.1 થી 5 માં 1.5 કિલોમીટર દૂરથી અને ધો.6 થી 8 માં ત્રણ કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટશનની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે પણ રાજકોટમાં થયેલ અગ્નિકાંડ પરિણામે સ્કૂલના વિદ્યાર્થીઓના પરિવહન માટે આર.ટી.ઓ.કચેરી પરિપત્ર અનુસંધાને સમગ્ર રાજ્યમાં Transportation સુવિધા માટે કોમર્શિયલ (પીળી નંબર પ્લેટ વાળું) વાહન જ ઉપયોગમાં લેવાની સૂચના છે
પણ હાલ સમગ્ર રાજય સહિત મોરબી જિલ્લામાં કોમર્શિયલ (પીળી નંબર પ્લેટ વાળું) વાહન ઉપલબ્ધ ન હોય અને કોમર્શિયલ વાહન માટે ખૂબ લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય પીળી નંબર પ્લેટ કરવા માટે ઘણો બધો સમય લાગે તેમ હોય કોમર્શિયલ વાહન સિવાય સમગ્ર શિક્ષા અભિયાનમાંથી બાળકો માટે પરિવહન વ્યવસ્થા હાલ પૂરતી થઈ શકે તેમ ન હોય વિદ્યાર્થીઓ આવા ધોમધખતા તાપમાં દફતરના ભાર સાથે પગપાળા ચાલીને ઘરેથી શાળાએ આવે છે અને શાળાથી ઘરે જાય છે,ઘણા વિદ્યાર્થીઓ પરિવહન વાહનના અભાવે સરકારી શાળા છોડી ખાનગી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે.
કારણ કે ખાનગી શાળામાં સાદા વાહન સફેદ નંબર પ્લેટની હાલ છૂટ હોય વિદ્યાર્થીઓને શાળાએ ચાલીને જવું ન પડે એટલે ખાનગી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.અને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવતા નથી પરિણામે આ વર્ષે સરકારી શાળામાં સંખ્યા ઘટવાનો સંભવ છે.