વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ભાગીદારો બદલ્યા પણ લખણના બદલ્યા?
ગેરકાયદસર દબાણમાં ફંગશન કરી વિદ્યાર્થીનું કૌષ્યલ વધારશે ?
થોડા મહિનાઓ પહેલાં ચક્રવાત ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેનો રેલો આવતાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલમાં બુલ્ડોઝર ફર્યું હતું
વિનય સ્કૂલ ના ભાગીદારો દ્વારા બાજુમાં આવેલ ખેડૂત ની માલિકી ની જમીન માં ગેરકાયદેસર દાદાગીરી થી કબ્જો કરી બાંધકામ કરી ગુંડાગર્દી કરી હતી ખેડૂત દ્વારા અનેક રજુવાત અને લેન્ડ ગ્રબિંગ હેઠળ ફરિયાદ પણ કરી તો પણ નેતાઓની ચાપલૂસી ની વગ થી વિનય સ્કૂલ જમીન ખાલી કરાવતું ન હતું પરંતુ ચક્રવાત ન્યૂઝ દ્વારા મુહિમ ચલાવતા જગ્યા ખાલી કરી
વિદ્યા એ વિનય થી શોભે પરંતુ વિજય સ્કૂલ નું નામ જ વિનય છે. બાકી કામ ગેરકાયદેસર કબ્જા ના છે, જો સ્કૂલ ના પાયામાં જ ભ્રષ્ટાચાર હોઈ એ વિદ્યાર્થી ને સદાચાર નું શિક્ષણ આપી સકશે કે પછી કબ્જા કરી ને કેમ કમાણી કરવીના પાઠ શીખવાડશે?
વિનય ઇન્ટરનેશલ સ્કૂલ સર્વે નં ૨૯૮ માં આવેલી છે જેની સામે આવેલા વિશાળ ખરબા માં પાકા બાંધકામ કરી વિશાળ ડોમ બનાવી અને સ્વિમિંગપુલ બનાવી આર્થિક કમાણી કરે છે અને વિધાર્થી માટે રમત ગમત નું મેદાન પણ બનાવી નાખ્યું.
મોરબી તંત્રને પણ દૂર ના ચશ્મા કરવાની જરૂર છે જેને ક્લાસિસ પાર્ટી પ્લોટ નું ગેરકાયદેસર દબાણ કરી આર્થિક ધંધો દેખાયો પણ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલનો ગેરકાયદેસર કબ્જો અને તેમાં થતાં ફંકશનમાં લાખોના કારોબાર દેખાયો નહિ કે પછી ભ્રષ્ટાચારની ધૂળ ચડી ગઈ છે.