સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ૩જી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ
ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા તથા લેક્સીકોન સિરામીક પ્રા.લી. વાળા શ્રી નરેન્દ્રભાઈ સંઘાત પરિવાર દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૨ ના રોજ તેમની તૃતિય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા તેમજ લેક્સીકોન સિરામીક પ્રા.લી. વાળા શ્રી નરેન્દ્રભાઈ સંઘાત દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, રાજદીપભાઈ સુવાગીયા, અનિલભાઈ સુવાગીયા, ચિરાગ રાચ્છ, કે.પી.ભાગીયા સાહેબ, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ સહીતનાઓ એ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા સ્વ.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
મોરબી શહેરમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, તેમજ જડેશ્વર રોડ, તેમજ દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોક થી નહેરૂ ગેઇટ તથા જડેશ્વર રોડ, મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ વિગેરે રસ્તા નવા બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરોએ કમીશ્નરને રજુઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે,...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.5 ની 56 માંથી 40 બાળાઓએ CET પરીક્ષાના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે .
જેમ કે બાળાઓ માટે...
સેવા હૈ યજ્ઞ કુંડ સમીધા સમ હમ જલે... પંક્તિને ચરિતાર્થ કરતાં ડૉ હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ તા:- ૭/૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ આમરણ ખાતે મહર્ષિ સુશ્રુત મેડિકલ સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી.
સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની કરવામાં આવી હતી. સ્તુતિ- પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી....