“સર્વજન સુખાય,સર્વજન હિતાય” ના મંત્રનેને સાર્થક કરતું હળવદ આરોગ્ય વિભાગ
હળવદ તાલુકામાં છેવાડાના માણસને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સાથે રાખી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા રાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં લોકોના આરોગ્યની તપાસ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ તથા લોકોના આરોગ્ય સુખાકારીમા વધારો થાય તે માટે સ્વસ્થ જીવનશૈલી વિશે તેમજ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવી લોકઉપયોગી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.