સરતાનપર માટેલ રોડ પર સેન્સો ચોકડી પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં
વાંકાનેર: વાંકાનેરના સરતાનપર – માટેલ રોડ પર સેન્સો ચોકડી પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર – માટેલ રોડ પર સેન્સો ચોકડી પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો બાબુભાઇ ઉર્ફે રાજુભાઇ જાદવજીભાઇ લીલાપરા ઉવ.ર૦ રહે. હાલ માટેલ રોડ, દ્રારકાધીશ હોટલ પાછળ, મુળ ગામ સુંદરગઢ તા.હળવદ તથા રણછોડભાઇ વશરામભાઇ દેકેવાડીયા ઉ.વ ૩૮ રહે વિરપર તા.વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ. ૫૫૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.