Monday, January 6, 2025

મોરબીના સદાબાગ ની થશે કાયાપલટ: આજે સરદાર બાગમાં 1 કરોડના કામનું ખાતમુહૂર્ત થશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે સાંજે મોરબી મહાનગરપાલિકાના પ્રથમ વિકાસ કાર્ય નું ખાતમૂર્ત થશે

મોરબી વાસીઓ છેલ્લા ઘણા સમયથી સારા બાગ બગીચાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે મહાનગરપાલિકા બનતાની સાથે જ ઘણા વર્ષો બાદ મોરબીના સરદાર બાગની કાયાપલટ થવા જઈ રહી છે

આજે શનિવારે સાંજે પાંચ કલાકે મોરબીના છે સરદારબાગ ખાતે ચિલ્ડ્રન પ્લે,જીમ ઇક્વિપમેન્ટ,પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેશન, લાઇટિંગ, સિક્યુરિટી કેબિન, સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક સહિતની સુવિધાઓ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

મોરબીના ધારાસભ્યો અને નવનિયુક્ત કમિશનર સ્વપ્નિલ ખરે તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ખાતમુરત થવા જઈ રહ્યું છે ત્યારે હવે મોરબીને સારા બાગ બગીચાઓ ની સવલત મળવા જઈ રહી છે

પરંતુ આ બાગ બગીચાની સવલત મળ્યા બાદ મોરબીના લોકોએ આની જાળવણી કરવી ખૂબ જરૂરી છે અગાઉ પણ જ્યારે સદરબાગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું અને નવા હીંચકા, લપસીયા અને બેન્ચીસ મૂકવામાં આવી હતી પરંતુ થોડા જ દિવસોની અંદર એ તૂટી ગયેલા હતા તો ફરી એક વખત આવું ના બને અને મોરબી શહેરની પ્રોપર્ટી પોતાની પ્રોપર્ટી હોય તેમ જાળવણી કરવી મોરબીના લોકોની પણ ફરજ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર