સંત સુરદાસ યોજના અને દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો; પાત્રતા અને સહાયમાં વધારો
દિવ્યાંગતાની ૬૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા લાભાર્થીઓને સંતસુરદાસ યોજનાનો લાભ મળવાપાત્ર; દિવ્યાંગ લગ્ન સહાય હવે ૭૫ હજાર
ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગ લગ્નસહાય યોજના અમલમાં છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતી ને (રૂ.૭૫,૦૦૦/- + રૂ.૭૫,૦૦૦/-) રૂપિયા ૧,૫૦,૦૦૦/- અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂ.૭૫,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.
સંતસુરદાસ યોજનામાં ૮૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા લાભાર્થીને નાણાકીય સહાય માટેની યોજના અમલી હતી. જેમાં સુધારો કરતા હવે સંતસુરદાસ યોજનામાં ૬૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિ માસ રૂ.૧,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.
દિવ્યાંગ લગ્નસહાય અને સંતસુરદાસ યોજનાનો લાભ મેળવવા https://esamajkalyan.gujarat.gov.in (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ) પર ઓનલાઈન અરજી કરવી આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી રૂમ નં.૫/૯, ગ્રાઉન્ડ ફ્લોર, નવા જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૨, ફોન નં. ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.