મોરબીમાં યુવક પર પાઈપ અને છરી વડે દશ જેટલા શખ્સોનો હુમલો
જોકે આ હુમલા પાછળ થોડા દિવસ અગાઉ પાર્કિંગ બાબતે ચકમક ઝરી હોઈ તેનો ખાર રાખી હુમલો થયો હોવાની ચર્ચા
મોરબી: મોરબી શનાળા રોડથી બાળકોની સાગર હોસ્પીટલવાળી શેરીમા ફરીયાદીની કાર આગળ અવરોધ ઊભો કરી કાર ઉભી રાખી કારને નુકસાન કરી યુવકને દશ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ તથા છરી વડે ઇજા પહોંચાડી રિવોલ્વર તરફ ઈશારો કરી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સબ જેલ સામે રબારી વાસ શેરી નં -૦૨ મા રહેતા સંજયભાઇ જેમલભાઈ મોરીએ આરોપી દેવ હકાભાઈ કુંભારવાડીયા કેનાલ રોડ મોરબી,વિશાલ ડાંગર રહે ગામ ખાખરાળા,અમીત ડાંગર, નાગદાન બોરીચા,અંકીત,જીતુ,તીર્થ જયસુખભાઈ કેલા તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી ને દેવ હકાભાઈ કુંભારવાડીયા સાથે અગાવ કાર પાર્કીંગ બાબતે બોલા ચાલી થયેલ હોય જેનુ મનદુખ ચાલતુ હોય જે બાબતને લઇ દેવ કુંભારવાડીયા તેના મિત્રો સાથે આવી બધા ભેગા મળી ફરીયાદી ને માર મારવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ કરી ફરીયાદીના કારનો પીછો કરી ફરીયાદીની કાર આગળ અવરોધ ઉભો કરી કાર ઉભી રખાવી મારી કારને નુકશાન કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકાઓ તથા છરી વડે મારા પર હુમલો કરી ફરીયાદીને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઈજા પોહંચાડી તેમજ ફરીયાદીના સાથેના કરણભાઈને મુંઢ ઈજા પોંહચાડી બધા મળી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ દેવ કુંભારવાડીયાએ તેની રિવોલ્વર તરફ ઈશારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર સંજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ- ૩૨૬, ૩૨૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-એ) તથા જી. પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.