Sunday, January 19, 2025

મોરબીનાં ટીંબાવાડી માતાજીના મંદિરે રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું તથા શ્રી રામયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિરે સમસ્ત ભૈયાજી પરિવાર દ્વારા રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું તથા શ્રી રામયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ પદે સૌરાષ્ટ્ર ના જાણીતા સુપ્રસિદ્ધ વિદ્વાન વક્તા શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે ની મધુર શૈલીમાં કથા અને ચોપાઈ નું રસપાન કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી રામયજ્ઞના આચાર્ય પદે વેદાંતાચાર્ય વિદ્વાન શાસ્ત્રીજી દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું

આ તકે તેજસિંગ, શંકરભાઈ ,કેશવભાઈ જશપાલસિંહ સુરેન્દ્રસિંહ ગંગા સિંગ તેમજ સમગ્ર ભૈયાજી પરિવાર દ્વારા બધાને મહાપ્રસાદ નું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સૌ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર