યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.
રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ખાર્કિવમાં જોરદાર વિસ્ફોટ કર્યો છે. રશિયન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે
ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે. એવુ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય.