Tuesday, September 17, 2024

રૂ. 2.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ ડીવિઝન પોલીસ, બે ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરને મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૨૧/૮/૨૦૨૨ ના રાત્રીના રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપંપ સામે મકાનમા ઘરફોડ ચોરી થયેલ હોય તે અનુસંધાને નગરદરવાજા ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આજુબાજુના દુકાન તથા પેટ્રોલપંપના સી.સી.ટી.વી કેમેરા મારફતે જોતા ચોક્કસ હકિકત મળેલ હોય કે મોરબી રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપની બાજુમા નવા બની રહેલ WTC કોમ્પલેક્ષમાં બે ઇશમો શંકાસ્પદ ઇશમો જતા જોવામા આવતા જેથી કોમ્પલેક્ષમાં તપાસ કરતા એક ઇશમ હાજર મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે આ ચોરી કરવામાં સામેલ હોવાની કબુલાત આપેલ હોય તેમજ તેની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂ.૯૦,૦૦૦/- તથા રહેણાક મકાનનો લોક તોડવામા ઉપયોગમા લેવાયેલ લોખંડનો અણીવાળો સળીયો કબ્જે કરવામા આવેલ છે તેમજ એક ઇસમ પ્રકાશભાઇ રાનેભાઇ ટમટતા (ઉ.વ ૨૫ ધંધો ચોકીદાર રહે હાલ WTC નામનુ નવુ બનતુ કોમ્પલેક્ષ, રવાપર રોડ, સેલના પંપની બાજુમા મોરબી મુળ રહે સાફેવગર ગામ તા.મંગલસેન) ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જ્યારે આ બનાવમાં નાશી છુટેલ ઉતમભાઇ શાહી અને વસંતભાઇ શાહી (રહે બંને કાલીકોટ નેપાળ) ને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર