રોહીશાળા ગામે થયેલ મર્ડરના આરોપીને માળિયા પોલીસે ઝડપી પાડયા
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના રોહીશાળા ગામે થયેલ ખેડુતની હત્યા નિપજાવી નાશી જનાર આરોપી મજુર દંપતીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ આઈ.પી.સી કલમ- ૩૦૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો ગઈ તા-૦૧/૧૨/૨૦૨૩ ના કલાક ૧૫/૩૦ વાગ્યે જાહેર થયેલ હકિકત એવી છે કે ફરીયાદીના ભાઈ ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે-પટેલ ઉં.વ.૫૭ ધંધો-ખેતી રહે. રોહીશાળા ગામ તા-માળીયા (મીં.) જી.મોરબી વાળાના ભાઈ પરેશભાઈને આરોપી રાગેશ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંગ બધેલ તથા આરોપીની પત્ની રાજબાઈ બન્ને મળી કોઇ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથીયાર વડે માથાના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે તથા મોઢાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી ગુનો કરવામા એકબીજાએ મદદગારી કરેલ હોવાનું જાહેર કરતા હત્યાની કલમે ગુનો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હાના આરોપીઓ સમય સર અટક કરવા સારૂ સુચના થઇ આવેલ હોય અને અમો તથા પોલીસ સ્ટાફ ગુન્હાના કામના આરોપીઓની વોચ તપાસમા હતા તે દરમ્યાન આરોપીઓ પોતાના રહેણાંક છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળતા તપાસમાં જવા મંજુરી માટે મોરબી પોલીસ અધીક્ષક કચેરીએ જાણ કરી માળીયા મી પો.સ્ટેની એક ટીમ બાતમી વાળી જગ્યાએ તપાસમા જવા રવાના થયેલ અને તે જગ્યાએ આરોપી હાજર મળી આવતા આરોપીઓની મૌખીક પુછપરછ કરતા આરોપીઓએ ગુન્હો કરેલની કબુલાત આપતા આરોપીઓને ગત તા.૦૪/૧૨/૨૦૨૩ના રોજ અટક કરેલ છે.