માળીયા (મી)નાં રોહીશાળા ગામે ખેડૂતની હત્યા
ગત્ મોડી રાતે હત્યા થી હોવાનું અનુમાન
મોરબીનાં માળીયા તાલુકાના રોહીશાળા ગામે ગત રાત્રીના ખેડૂતની હત્યાનો બનાવ બન્યો હતો ખેતર પર રહેલા ખેડૂતની કોઈએ હત્યા કરી હતી જે બનાવની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ છે અને હત્યાના બનાવની વધુ તપાસ હાથ ધરી છે
રોહીશાળા ગામે ખેડૂત પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (ઉ.વ.૪૦) ની હત્યા થઇ હતી ગત રાત્રીના ખેડૂતની હત્યા કરવામાં આવી હોય જે બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે અને હત્યાના બનાવની વધુ તપાસ ચલાવી છે ખેતરમાં હત્યા થતા અહી કામ કરતા શ્રમિકો પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને હત્યારાઓને ઝડપી લેવા તેમજ હત્યા ક્યાં કારણોસર કરાઈ તેનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે