રીક્ષામાં બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા ચોરી કરનાર બેલડી ઝડપાઈ
મોરબી: મોરબીમાં મુસાફરને પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા ચોરી કરનાર બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી પરાબજાર પોસ્ટ ઓફીસ પાસેથી પેસેન્જર તરીકે એક સી.એન.જી રીક્ષામાં બેસેલ અને થોડે આગળ મણીમંદીર પાસે પહોંચતા રીક્ષા ચાલકે નીચે ઉતારી દીધેલ હોય એ દરમ્યાન ફરીયાદીના ખીસ્સામાંથી રોકડ રૂ.૨૦,૦૦૦/- નજર ચુકવી ચોરી કરી લીધેલની મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરેલ હોય.
આ ગુન્હાની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમ દ્રારા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી મળેલ બાતમીદારો આધારે આરોપીઓ રાજપર ચોકડી થી સી.એન.જી રીક્ષા સાથે મળી આવતા વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા આરોપીઓએ ચોરી કરેલાની કબુલાત આપતા તેમજ પોકેટ કોપથી સર્ચ કરતા આરોપીઓ રીઢો ચોર હોય અને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂ. ૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે સાગરભાઇ ઉર્ફે બાડો મનસુખભાઇ અબસાણીય ઉ.વ.૨૩ રહે.રાજકોટ હુકડો ચોકડી વેલનાથ સોસાયટી જડેશ્વર પાર્ક શેરીનં.૩ મામાસાહેબના મંદીરની બાજુમા, તથા અનીલભાઇ પ્રવીણભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.રાજકોટ ભગવતીપરા નદીકાંઠે રેખાબેન મનીષભાઇ કોળીના મકાનમા રાજકોટવાળાને ઝડપી પાડી તેમજ બનાવમા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે બી.એન.એસ કલમ.૩૦૩(૨),૫૪ મુજબનો ગુનહો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.