Saturday, September 21, 2024

રેવડી ક્લચર : PMના કચ્છપ્રવાસ માટે મોરબી ડેપોની 20 બસ ફાળવાઈ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભાજપ એક બાજુ રેવડી ક્લચરનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ ભાજપ રેવડી ક્લચર અનુસરી રહ્યું હોઈ તેવો ઘાટ સર્જાયો હોઈ તેવું લાગી રહ્યું છે

મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.૨૭ અને ૨૮ ઓગસ્ટના બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. જેમાં ૨૭ના સાબરમતી રિવરફ્રન્ટ પર આવશે અને ૨૮ના એ કચ્છ જિલ્લાના પ્રવાસ પર આવશે જેથી પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ રાજયભરમાથી લોકોને ભેગા કરવા પ્રદેશ ભાજપ અને સરકાર સક્રિય બન્યું છે . તેના કારણે એસટી બસ તેમજ ખાનગી વાહનો અમદાવાદ અને કચ્છ તરફ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આગામી ૨૭ અને ૨૮ઓગસ્ટના કાર્યક્રમ માટે ૨૦ જેટલી એસટી બસ ફળવવવામાં આવી છે. જેના કારણે મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી અનેક એસટી બસના રૂટ કેન્સલ કરાતા કલાકો સુધી રાહ જોવા છતાં લોકોને બસ ન મળતા રોષની લાગણી પ્રસરી ગઇ હતી સરકારી કાર્યક્રમમાં સરકારી સાધનોના અણધડ ઉપયોગથી એક તરફ પ્રજાને હાલાકીનો અનુભવ થતો હોય છે તો બીજી તરફ આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર