મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 55 બોટલો સાથે એક મહિલા ઝડપાઈ
મોરબી: મોરબી વાવડી રોડ સ્વામિનારાયણ પાર્કમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૫ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર નેરા પેટ્રોલપંપ પાછળ સ્વામિનારાયણ પાર્ક મૂળ રહે અમદાવાદ વાળા રેખાબેન દીલીપભાઇ દેવજીભાઈ વઘોરા (ઉ.વ.૩૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૫ કિં રૂ.૨૦,૬૨૫ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.