પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા
વિવિધ જાહેર બજારો, મહાન વિભૂતિઓની પ્રતિમાઓ અને ખાનગી દુકાનો પર રોશનીના શણગાર કરાયા
સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રીય પર્વ માટે મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ અને ભવનોમાં સાફ સફાઈ હાથ ધરી રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવી છે. કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, વાંકાનેર તાલુકા સેવા સદન, મોરબી લાલબાગ સહિતની સરકારી કચેરીઓ અને ભવનો તથા વિવિધ સર્કલ, મહાન વિભૂતિઓની પ્રતિમાઓ અને જાહેર બજારો તથા ખાનગી દુકાનો પર પણ લાઈટીંગના શણગાર કરવામાં આવ્યા છે. જેથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં અનેક સ્થળો રોશનીના ઝગમગાટથી જળહળી ઊઠ્યા છે.