Saturday, January 25, 2025

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલ દરમિયાન કલેકટરએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનુ સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર