ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છે, જેની ગંધ હાથથી કે વાસણોથી નથી જતી.લસણ પણ તેમાંથી એક છે.લસણની છાલ કાઢતી વખતે હાથમાં એનો રસ લાગવાથી વિચિત્ર ગંધ આવવા લાગે છે.એ જ રીતે ,જે વાસણમાં લસણવાળો ખોરાક બનાવવામાં આવે છે એમાં પણ લસણ ની ગંધ આવવા માંડે છે .ઘણી વાર સાધારણ વોશ થી આ ગંધ જતી નથી.આવી સ્થિતિમાં, તમે ઘરેલું કેટલાક સરળ નુસખાઓ અપનાવીને હાથ અને વાસણોમાંથી આવતી લસણની ગંધથી છુટકારો મેળવી શકો છો.
અજમાં ના પાણીથી ધોઈ લો
અજમા ની ગંધ એકદમ તીવ્ર હોય છે.જો કે તે લસણની ગંધ કરતા ઓછું તીવ્ર હોય હોય છે, જો લસણની ગંધ હાથ અને વાસણોમાંથી કાઢી નાખવી હોય, તો તમારે થોડા સમય માટે હાથ અને વાસણોને અજમા ના પાણી માં ડુબાડવા જોઈએ.હૂંફાળા પાણીમાં અજમા ની 3-4 ચમચી મૂકી અને તે પાણીમાં 10 થી 15 મિનિટ સુધી વાસણ ને ડુબાડવું.તે જ રીતે, તમારા હાથને 5 મિનિટ માટે અજમાનાં પાણીમાં ડૂબવો, લસણની ગંધ અદૃશ્ય થઈ જશે.