Tuesday, September 24, 2024

પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર વર્ષ ૨૦૨૨-૨૩

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૨૦ થી ૪૦ ની વય મર્યાદામાં ઇચ્છુક ઉમેદવારોએ ૩૧મી જુલાઇ સુધીમાં અરજી કરવી

રાજ્યના યુવક-યુવતિઓ આત્મવિશ્વાસ સાથે સરકારી/બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ આપી શકે તે હેતુ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન માહે-ઓગસ્ટમાં હાથ ધરવામાં આવશે.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે તથા સૌરાષ્ટ્ર ઝોનનું રાજકોટ ખાતે ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર હોય આ શિબિરમાં ભાગ લેવા માંગતા ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા મોરબી જિલ્લાના યુવક યુવતિઓએ પોતાની અરજી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭,૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ પીન- ૩૬૩૬૪૨ ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ટેલીફોન નંબર. ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ પર સંપર્ક કરવાનો રહેશે.

અરજદારે પોતાની અરજીમાં (૧) પોતાનું પૂરૂ નામ અને સરનામું (૨) સંપર્ક નંબર (૩) જન્મનું પ્રમાણપત્ર (૪) શૈક્ષણિક લાયકાત-આધાર પૂરાવા સહ (૫) રોજગાર વિનિમય કચેરીમાં નોંધણીની વિગતો (૬) પાસપોર્ટ સાઈઝનો તાજેતરમાં પડાવેલો ફોટો (૭) આધારકાર્ડની નકલ. વગેરે સામેલ કરી પોતાની અરજી મોકલવાની રહેશે. પસંદ થયેલ યુવક યુવતિઓને શિબિરની તારીખો બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર