મોરબી મા પોલીસ ચોકી અને પોલીસ ની હાજરી માંજ કાયદા ના લીરેલીરા ઉડ્યા, રવાપર ચોકડી પર લુખ્ખાઓ નો આંતક?
મોરબી મા ધીરે ધીરે બિહાર જેવો માહોલ બની ગયો છે, દિન દહાડે લોકો ની વચ્ચે મારામારી હત્યા લૂંટ અને બળાત્કાર, વ્યાજવાંદ ના બનાવો લોક જીવન ઉપર હાવી થઈ રહ્યા છે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ના રવાપર ચોકડી ઉપર આવેલ પોલીસ ચોકી ની સામે જ અને પોલીસ અને TRP જવાનો ની હાજરી માં મોટરસાઇકલ ને પાછળ થી રિક્ષા GJ36U5383 વાળા એ ટકરાવ ની સામાન્ય બાબત માં રિક્ષા ચાલકે પોતાના વિધર્મી સાથીઓને બોલાવ્યા અને મોટરસાઇકલ ચાલકને માર માર્યો જાણે કાયદા નો કોઈ ડર ના હોઈ
જો સૂત્રોનું માનીએતો આ મારામારી થઈ રહી હતી ત્યારે ત્યાં હાજર પાટીદાર સમાજના લોકો એ વિધર્મી ને પકડી લીધા જેમાં થી બે લોકો હાથ માં આવી જતા ખૂબ જ ખરાબ રીતે મેથી પાક આપ્યો અને વધુ ભીડ એકઠી ના થાય માટે મારતા મારતા બાપા સીતારામ ચોક સુધી લઈ ગયા આ બાબતે પણ કોઈ ફરિયાદ થશે કે નહિ એ કહેવું મુશ્કેલ છે કેમ કે પોલીસ પોતાની ક્રાઇમ ડાયરી ચોખ્ખી રાખવા માંગે છે અને સબ સલામત નો ઢોંગ કરવા માંગે છે
હમણાં થોડા દિવસો પહેલા મીની ધારાવી એરીઓ કહી શકાય એવા જેતપર પીપળી રોડ ઉપર લુખ્ખાઓ દ્વારા નિર્દોષ માલધારી ઉપર છરી વડે હુમલો કર્યો જે અહેવાલ ચક્રવાત દ્વારા પ્રસારિત કર્યા બાદ બનાવ ના 12 દિવસ પસી ફરિયાદ નોંધાઇ હતી
મોરબી એસ પી રાહુલ ત્રિપાઠી મોરબી માં કાયદો વ્યવસ્થા લાગુ કરવામાં સંપુર્ણ નિષ્ફળ ગયા છે , એસ પી ફક્ત પોતાની AC ઓફિસ માં બેસી તેના માનીતા પી આઈ પંડ્યા દ્વારા ફક્ત મલાઈ તારવવામાં મશગુલ છે દેશના અર્થતંત્ર માં જેવો સિંહ ફાળો છે જેવા મોરબી ની ઓળખ હાલ બિહાર જેવી થઈ ગઈ છે
ભાજપ ના સ્થાનિક નેતાઓ પણ પોલીસ ની કાર્યપદ્ધતિ થી થાકી અવાર નવાર રેન્જ આઈ જી સુધી દોડી જાય છે હાલ મોરબી ના બધા જ પી આઇ કોઈ ને કોઈ બાબતે સસ્પેન્ડ થઈ રહ્યા છે.
હમણાં થયેલ તમામ પી આઈ ની બદલી મા ફકત એક પીઆઇ ની બદલી ના થઇ જેના ઉપર અનેક આક્ષેપો થાય તેમ છતાં જે રાહુલ ત્રિપાઠી થી કામગીરી અને કાર્યશૈલી નો પુરાવો છે
હવે મોરબી ની હાલત થી થાકી ને લોકો જ કાયદો હાથમાં લઈ રહ્યા છે આ બાબતે સરકાર ગંભીર થઈ યોગ્ય પગલા લેશે કે પસી અમરેલી ની પાયલ ગોટી અને વીંછિયા ના ઠાકોર હત્યા કાંડ જેવી ઘટના ની રાહ જોશે??