Tuesday, September 17, 2024

રફાળેશ્વર મેળામાં લારી રાખવાના પૈસા માગવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ 2 મહિલા સહિત 7 ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઇડીસી સુધી લારીઓ ગોઠવાઈ ગઈ હતી. તે દરમીયાન બપોરના સમયે રોડ પર લારી રાખવા અને તેના પૈસાની લેવડદેવડ બાબતે માથાકૂટ થઈ હતી. વાત એટલે વાત એટલી હદે વધી ગઈ હતી કે બંને એક બીજા પર ધોકા અને પાઇપના હથિયાર વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં અંતિમ સિંહ જાડેજા, નીલરાજસિંહ જાડેજા, નવઘણ ધારાભાઈ ભરવાડ, દશરથ રઘુભાઈ માકાસણાને તેમજ સામેં પક્ષે અજય જગદીશ વનકર,જયશ્રી અજય ચૌહાણ, સુનિતા પરમાર એમ બંને પક્ષના કુલ ૭ લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તને પ્રથમ મોરબી સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં એક જૂથના માણસોને વધુ સારવાર અર્થે રાજકોટને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ મોડી રાત્રે એક પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને એક શખ્સ વિરુદ્ધ અગાઉ લૂંટનો ગુન્હો દાખલ થયો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર