રાતીદેવળી ગામે ખરાબાની જમીન પર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સરકારી ખરાબાની જમીન પર કરી બાંધકામ કરી પાકું મકાન બનાવી તથા બાજુમાં જ પતરાની વાડ કરી બાંધકામ અંગેનો સેન્ટીંગનો માલસામાન રાખી જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા મામલતદાર ઉતમકુમાર વિનયભાઈ કાનાણી (ઉ.વ.૨૯) એ આરોપી માવજીભાઈ લાલજીભાઇ વોરા મુ.રાતદેવરી તા. વાંકાનેર હાલ રહે. ૨૬/૯૯ આંબેડકર કોલોની ભુદરપુરા રોડ, એલીસબ્રીજ અમદાવાદવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને -૨૦૨૦ કોરોના સમયથી આજદીન સુધીના સમયગાળામાં આરોપીએ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના સરકારી ખરાબા સ.નં.૪૨૪ ની હે.૨૬-૦૫-૧૮ ચો.મી.જમીનમા અંદાજે ૧૫૦ ચો.મી.નુ સને-૨૦૨૦ કોરાના સમયથી આજદીન સુધી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કબ્જો કરી બાંધકામ કરી પાકુ મકાન બનાવી તથા બાજુમા જ પતરાની વાડ કરી બાંધકામ અંગેનો સેન્ટીંગનો માલસામાન રાખી જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કરી પોતાના અંગત ફાયદા માટે જમીનનો ઉપયોગ કર્યો હોવાની વાંકાનેર મામલતદારે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.