રસિયો રૂપાળો લાઈટ બીલ ભરતો નથી; મોરબીમાં છવાઈ જશે અંધારપટ
મોરબીમાં પાલીકાના પાપે નવરાત્રીમાં અંધરાપટ છવાશે તો પાલીકાએ પ્રજાના ઉઘરેવલ વેરાનું શું કર્યું ?
મોરબીવાસી માટે ટ્રાફિક, ગંધાતી ગટરો, બેફામ રખડતા પશુઓ, તૂટેલા રસ્તાની ભવ્ય સફળતા બાદ નગર પાલિકાની લાઈટ કાપવાના સમચાર સામે આવ્યા છે જેમાં મોરબી નગરપાલિકા-૧ નું ૯૬૮૦૦૦૦૦ ( નવ કરોડ અડસઠ લા) અને મોરબી નગરપાલિકા -૨ નું ૧ કરોડ ૬૩ લાખ બિલ બાકી છે જે ઘણા વર્ષોથી ભર્યું જ નથી.
એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે જ્યારે પ્રજાનો વેરો આખલા ચરી જાય છે , ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવાર નવાર કહેતા હોય છે કે અમારા જ કાઉન્સિલર નગરપાલિકાને ઠોલી ઠોલીને ખાઈ ગયા તો કેમ આજદિન સુધી સરકારમાં કે ACBમા ફરિયાદ કરતા નથી. કાંતિલાલ અમૃતિયાના હાથીના દાત જેવું કામ છે ચાવવાના અને દેખાડવાના જુદા છે.
PGVCL વાળા ગરીબ ખેડૂત કે કોઈ સામાન્ય વ્યક્તિ લાઈટબીલ ના ભરે તો તુરંત તેનું કનેકશન કાપી નાખવામાં આવે છે અને ગીતો વગાડવામાં આવે છે રસિયો રૂપાળો લાઈટ બીલ ભરતો નહિ પસી થંભલેથી કનેકશન કપાય રે..
આ અંગે અમે PGVCL ના MD પ્રીતિ શર્માને પૂછતા તેવો દ્વારા જણાવેલ કે અમે અવાર નવાર આ અંગે નોટીસ આપી છે અને સરકારી ક્ષેત્ર હોવાથી જરૂરી કાર્યવાહી માટે ઘટતું કરવામાં આવશે, આ બાબતે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતા આ અંગે તેને કોઈ જાણ જ નથી લશ્કર ક્યાં લડે એજ ખબર નથી.
આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવે છે જે રોશનીનો તહેવાર છે જયારે મોરબીમાં નગરપાલિકાના પાપે અજવાળાના દિવસોમાં અંધાર પટ છવાય જશે.
મોરબી જિલ્લાની તમામ નગરોલિકાનું PGVCLનું લાઇટ બીલ ૨૭ કરોડ ૧૭ લાખ છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેવો વિકાસ થયો અને કેવો ભ્રષ્ટાચાર, PGVCL દ્વારા આ પૈસાની રિકવરી માટે ગામડાના નાના માણસો અને ખેડૂતોને હેરાન કરવામાં કોઈ જ કસર છોડતા નથી. ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે PGVCL ખાલી લાઈટ કાપે છે કે બીલ વશુલાત માટે કોઈ કાનૂની કાર્યવાહી પણ કરશે.