Wednesday, November 13, 2024

મોરબીના રામકૃષ્ણ વિસ્તારમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મુખ્ય બે આરોપીઓનો જામીન પર છુટકારો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી બી ડિવીઝન પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આરોપી મહિલાની સગીર વયની દીકરીને ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હોય અને બાદમાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હોય જેથી આ બાબતનો ખાર રાખી, બંને અરોપીઓએ મુખ્ય આરોપીઓ સાથે ફરીયાદીના ઘરે ગયેલ હોય અને ફરીયાદીના ઘરે મુખ્ય આરોપીઓએ આગ લગાડી દીધેલ હોય જેમાં ફરીયાદીના ઘરવખરીનો સામાન સળગી ગયેલ હોય અને નુકશાની થયેલ હોય અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુન્હો કર્યો હોય જેથી મોરબી બી ડિવી પોલીસે આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસ ની કલમ ૩૨૬(જી), ૩૫૧(૪),૫૪ અન્વયે ગુનો નોંધી ધરપડ કરવામાં આવેલ. આરોપી શીવ ઉર્ફે લકકી વસંતભાઈ ભુસાલ તથા મીનપ્રસાદ ઉર્ફ રોહીત વસંતભાઈ ભુસાલ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ.

આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને આરોપીઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી તમામ આરોપીઓને રૂા. ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે. ડી. સોલંકી, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ક્રીષ્ના જારીયા, ઉયા બાબરીયા, રોકાયેલા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર