રામ આયેંગે તો અંગના સજાઉંગી: વાઘપરા વિસ્તારમાં રામ ભક્તોએ બનાવી રંગોળી
મોરબીનાં વાઘપરા વિસ્તારની મહિલાઓએ અને બાળકોએ પોતાની આખી શેરીમાં રંગોથી રંગોળી કરી અને ભગવાન રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી
રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે તા.22ના રોજ પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર દેશ દુનિયા રામમય બની છે ત્યારે મોરબીના વાધપરા વિસ્તારમાં એક આખી શેરીનાં લોકોએ સાથે મળી ને પોતાના હાથે થી પેઇન્ટિંગ કરી ને રંગોળીઓ બનાવવામાં આવી છે અને પ્રભુ શ્રી રામ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી