રાજ્યકક્ષાએ મહર્ષિ અરવિંદની 150મી જન્મજયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
મોરબી: શ્રી મહર્ષિ અરવિંદની 150 જન્મજયંતિ ની ઉજવણી નિમિતે નિબંધ, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાના મોરબીના ચાર વિજેતાઓ પોન્ડિચેરી ખાતે સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને પ્રસિદ્ધ ઑરોવિલે ફાઉન્ડેશનની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા જિલ્લા તથા રાજ્યકક્ષાએ શ્રી મહર્ષિ અરવિંદની 150 જન્મજયંતિ ની ઉજવણી નિમિતે નિબંધ, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યકક્ષા ના ટોપ ટેન વિજેતાઓ ને ગુજરાત સરકાર દ્વારા પોન્ડિચેરી ખાતે સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને પ્રસિદ્ધ ઑરોવિલે ફાઉન્ડેશનની શૈક્ષણિક મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં મોરબી ના ગૌરવ સમાન મોરબી જિલ્લામાંથી દેવાંશી પરમાર , પૂજા ભેંસદડિયા , ખુશ્બૂ નિમાવત અને જાડેજા સત્યરાજસિંહ એ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેજલબેન ચૌહાણ, મીતાબેન ગવલી, અમૃતાબેન ગામીત, યોગેશ મોદીની દેખરેખ તથા જીગર રાણાના સમગ્ર આયોજન તેમજ માર્ગદર્શન હેઠળ સૌને શ્રી અરવિંદ આશ્રમના ટ્રસ્ટી માત્રી પ્રસાદ જી, ઓરોવિલે ફાઉન્ડેશનના ચીફ સેક્રેટરી ડૉ. જયંતિ રવી, ડિજિટલ યુનિવર્સિટીના કોર્ડીનેટર ડૉ. મોલ્લિકા ગાંગુલી અને ફાઉન્ડેશનના અન્ય પર્સનલ સેક્રેટરી સુશ્રી સુધા પ્રભુ તરફથી ખાસ શૈક્ષણિક સત્રનો લાભ મળ્યો હતો. ડૉ. જયંતિ રવિએ આ પ્રયાસને બિરદાવ્યો હતો અને ફાઉન્ડેશન સાથે નિયમિત સંપર્ક રાખી, સતત જોડાઈ રહેવા અનુરોધ કર્યો હતો.