Friday, January 10, 2025

રાજસ્થાન બોર્ડર પાસે ખોડા ચેક પેસ્ટ પરથી મોરબીના બે ઈસમોને ડ્રગ્સ સાથે પકડી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: થરાદ પોલીસે ગુજરાત- રાજસ્થાન બોર્ડર નજીક ખોડા ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઈસમોને ઝડપી પાડયા છે. બંને શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ રાજસ્થાનથી મોરબી કારમાં લઇ આવતા ચેકીંગ દરમિયાન પકડી પકડી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબીનાં શ્રીપાર્ક સોસાયટી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતો હાર્દિકભાઈ ઠાકરશીભાઈ પટેલ તથા મોરબીના જય અંબે પાર્ક, અવની ચોકડી, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા રવિભાઇ દુર્લભભાઈ પટેલને થરાદ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડયા છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર થરાદના ખોડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન GJ-36-AC-35313531 નંબરની ક્રેટા કારમાંથી થરાદ પોલીસે મોરબીના હાર્દિક ઠાકરશીભાઈ પટેલ અને રવિ દુર્લભભાઈ પટેલની અટકાયત કરી તેમની પાસેથી રૂ.4.5 લાખની કિંમતનો 40.5 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન તેમજ કાર મળી કુલ રૂ.14,37,220નો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર