મોરબીના રાજપર સહકારી મંડળીની ચૂંટણીમાં નયનભાઈ અઘારા ની પેનલનો વિજય
રાજપર સહકારી મંડળીમાં પતંગનો વિજય સામેની પેનલ ટ્રેક્ટરનો કારમો પરાજય
પતંગની પેનલ નાં તમામ ૧૫ સભ્યો નો ભવ્ય વિજય
મોરબી: મોરબીના રાજપર ગામમાં આવેલ રાજપર સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજપર ગામના સભાસદ ખાતેદારો મંડળીના પ્રતિનિધિઓને ચૂંટે છે.
રાજપર સહકારી મંડળીમાં નયનભાઈ અઘારાની પેનલ અને તેમની સામે બળવંતભાઈ સહિતના વગેરેના આગેવાનોની સંયુક્ત પેનલ ચૂંટણી લડી હતી. સવારથી શરૂ થયેલ મતદાનમા કુલ ૭૫૯ નુ મતદાન છે જેમાં ૬૨૧ લોકોએ મતદાન કર્યું હતું. જેમાં નયનભાઈ અઘારાની પેનલના ૧૫ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સામેની પેનલ ટ્રેક્ટર નીશાન વાડી પેનલના તમામ સભ્યોની હાર થઈ હતી. તેમજ આ ચૂંટણીમાં બે લેડીસ અનામત સીટ હતી અને એક નાના ખેડૂત અનામત સિટ હતી જે ત્રણ સીટ પતંગના સભ્યોએ બહુમતીથી જીતી લીધી હતી.
રાજપર સેવા સહકારી મંડળીના વિજેતા ઉમેદવારો નામ નીચે મુજબ છે
(૧)નયનભાઇ લાલજીભાઈ અધારા,(૨) જયસુખભાઈ નરભેરામભાઈ રંગપડિયા,(૩) મહાદેવભાઇ લિબાભાઈ અધારા,(૪) અમૃતભાઇ આંબાભાઇ દલસાણીયા,(૫) અમરશીભાઈ નથુભાઇ બાવરવા,(૬) રામજીભાઇ લાલજીભાઈ મારવણીયા,(૭) રમેશ રામજીભાઇ વાધડીયા,(૮) ધનજીભાઈ મેઘજીભાઇ ચારોલા,(૯) મગનભાઇ રવાભાઇ,(૧૦) ભગવાનજીભાઇ રાધવજીભાઈ એરણીયા,(૧૧) રમેશભાઈ જીવરાજભાઈ દલસાણીયા,(૧૨) વસંતાબેન જયંતિભાઈ,(૧૩) કાંતાબેન કેશવજીભાઇ અધારા,(૧૪) રાજેશભાઈ રામજીભાઇ મારવાણીયા,(૧૫) જયેશ મૂળજીભાઇ મુંદડીયા