મોરબીના રાજપર ગામના આંગણે તોરણીયાનાં ભવ્ય રામામંડળનું આયોજન
રાજપર ખાતે નકલંક નેજાધારી રામા મંડળ તોરણીયાનું અયોજન કરવામાં આવ્યું છે. આગામી ૦૫ ફેબ્રુઆરીને સોમવારના રોજ રાજપર ખાતે ભવ્ય રામા મંડળનું આયોજન કરાયું છે.
રાજપર ખાતે નકલંક નેજાધારી રામામંડળ તોરણીયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૦૫/૦૨/૨૦૨૪ ને સોમવારના રોજ દલપતભાઈ જેરામભાઈ અઘારા, જયંતીભાઈ જેરામભાઈ અઘારા,મનોજભાઈ જેરામભાઈ અઘારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો) એન્ડ ભૂટો ભરવાડ ઉપસ્થિત રહી લોકોને રામા મંડળમાં ડોલાવશે. તેમજ જે કંઈ પણ ફાળો એકત્રિત થશે તે વિવિધ ગૌ શાળામાં વાપરવામાં આવશે.જેમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે