Sunday, December 22, 2024

રાજકોટ ખાતે યોજાયેલા નવમો મશીન ટુલ્સ શોની 52 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મશીન ટુલ્સ મેન્યુ. એસોસિએશન દ્વારા રાજકોટના GIDCમા આવેલ NSIC ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૫ થી ૨૮ સપ્ટેમ્બર સુધી મશીન ટુલ્સ મેન્યુ ફેક્ચરીંગ એસોસિએશન રાજકોટ તેમજ કે. એન્ડ. ડી ગ્રૂપ અમદાવાદ દ્વારા ભવ્ય 9માં રાજકોટ મશીન ટુલ્સ શોનું આયોજન કરાયું હતું. જેમાં best stall design નો એવોર્ડ Asphalt Syndicate LLP ને આપવામાં આવ્યો હતો.

આ આયોજનમાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આ પ્રદર્શનને નિહાળવા આવ્યા હતા ૫૨ હજારથી વધુની વિક્રમજનક મેદની ઉમટી પડી હતી. વરસાદી માહોલ વચ્ચે એકદમ સુદઢ આયોજન બદલ ઉઘોગકારોએ મશીન ટુલ્સ મેન્યુ ફેક્ચરીંગ એસોસિએશન રાજકોટ તેમજ કે. એન્ડ. ડી ગ્રૂપને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મશીન ટુલ્સની નોંધ લેવામાં આવી હતી. ચાર દિવસ દરમિયાન 350 પ્રદર્શન કર્તાઓ દ્વારા પોતાની પ્રોડક્ટસનું નિર્દેશન કરાયું હતું. વધુમાં આ ટુલ્સ શોમાં 500 કરોડથી વધુનો બિઝનેસ થયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ પડેલ વરસાદના કારણે મુલાકાતીઓ તેમજ પ્રદર્શનકર્તાઓને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલીક રાજકોટ અને અમદાવાદથી યુધ્ધના ધોરણે 2500થી વધુ લાકડાની પાટ મંગાવી તમામ ડોમમાં પાથરી દેવામાં આવ્યા હતા.

તેમજ આયોજકોએ ફાયર સેફટીના તમામ નિયમોને ઘ્યાનમાં રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રદર્શનમાં પાવર સપ્લાય બંધ કરી અને જનરેટર ઉપર લાઇટીંગ વ્યવસ્થા ગોઠવી હતી. આયોજનને સહયોગ આપવા બદલ મશીન ટુલ્સ મેન્યુફેકચરીંગ એસો. રાજકોટ તેમજ કે.એન્ડ ડી. ગ્રુપ અમદાવાદ દ્વારા ફાયર વિભાગ, ફુડ વિભાગ, પીજીવીસીએલ પોલીસ તંત્ર તેમજ અન્ય સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં દેશભરમાંથી આવેલા ઉઘોગકારો તેમજ આ આયોજનને બહોળી પ્રસિધ્ધી આપવા બદલ પ્રીન્ટ મીડીયા ઇલેકટ્રોનીક મીડીયા, તંત્રીઓ તેમ જ મીડીયા મિત્રોનું મશીન ટુલ્સ મેન્યુફેકચરીંગ એસો.ના પ્રમુખ યોગીન છનીયારાએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન બે વર્ષ બાદ હવે આગામી 2026 માં ફરી 10મો રાજકોટ મશીન ટુલ્સ શો યોજાવાનો છે ત્યારે અત્યારથી જ 3500 વધુ સ્કવેર મીટીરનું બુકીંગ થઇ ચુકયું છે. જે બાબત જ દર્શાવે છે. ઉઘોગકારોને મહત્તમ બિઝનેસ આ ટુલ્સ શોથી મળી રહ્યો છે. અંતમાં આયોજકો દ્વારા તમામ સ્ટોલ ધારકો તેમજ મુલાકાતીઓનો સહકાર આપવા બદલ આભાર માનવમાં આવ્યો હતો. તેમજ best stall design નો એવોર્ડ Asphalt Syndicate LLP ને આપવામાં આવ્યો હતો.

જ્યારે રાજકોટ મશીન ટુલ્સ શોના છેલ્લા દિવસ સુધી રજીસ્ટ્રેશન માટે ઉઘોગકારો અને મુલાકાતીઓએ લાંબી લાઇનો લગાવી હતી. તેમજ ટુલ્સ શોના અંતિમ કલાકોમાં લોકો પણ આ પ્રદર્શન નિહાળવા ઉમટી પડયા હતા. આયોજકો દ્વારા કોઇ મુલાકાતી આ પ્રદર્શન નિહાળ્યા વગર રહી ન જાય તે માટે રજીસ્ટ્રેશનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર