રાજકોટ: પગભર ટીમ દ્વારા મહિલાઓમાં સશક્તિકરણ અને માસિક સ્વચ્છતા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો
પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 30 થી 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, અને પોતાના પ્રશ્નો અને ચર્ચાઓ દ્વારા માસિક વિશે વધુ જાણકારી મેળવી. અને પોતાની મૂંઝવણ દુર કરી હતી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં અને યુવતીઓમાં માસિક દરમ્યાન કેવા પ્રકાર ની સ્વચ્છતા રાખવી તેનો હતો અને આરોગ્ય અને સ્વચ્છતા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓ ને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વ્રારા પગભરટીમ ના શ્રદ્ધા દેવ પંડ્યા એ આપેલ હતું આ કેમ્પની સફળતા માટે સમાજ કાર્ય વિભાગના ડો. રાજેશભાઈ દવે અધ્યક્ષશ્રી સમાજ કાર્ય ભવન હિરલ રાવલ અને બીના જોશી ના ભરપુર સાથ અને સહકાર ટીમ પગભર ને મળ્યો હતો આવા જાગૃતિ નાં કાર્યક્રમ કરવા અને પગભર સાથે જોડાવવા માટે ટીમ પગભર ૯૯૦૯૪૮૭૮૮૭ નો સંપર્ક કરવો.