રાજકોટ: પગભર ટીમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો
પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ રહેવર સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધોરણ 5,6,૭,૮. ના વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક ફ્રી પેડ્સ અને મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે અને સમાજમાં રહેલ પીરીયડસને લગત ગેર માન્યતાઓ દુર થાય અને સમાજની તરૂણી સ્ત્રીઓ અને ભવિષ્યનું ભારત આરોગ્યપ્રદ અને આર્થિક રીતે શસક્ત બને તેવું પગભરના શ્રદ્ધાબેન પંડ્યા એ તે તમામ વિદ્યાર્થીનીઓને આ સંદેશ આપ્યો હતો અને આ કાર્યક્રમ યોજવામાં શાળાના પ્રિન્સીપાલ જયરાજ સિહ જાડેજાનો સાથ અને સહકાર મળ્યો હતો આવા જાગૃતિનાં કાર્યક્રમ કરવા અને પગભર સાથે જોડાવવા માટે ટીમ પગભર ૯૯૦૯૪૮૭૮૮૭ નો સંપર્ક કરવો.