Friday, November 15, 2024

રાજકોટ – મોરબીમાંથી બાઈક તથા કેબલ ચોરી કરનાર ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારેક માસ પહેલા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, તેમજ મોરબી વિસ્તારમાંથી કેબલ ચોરી, કરતા એક ઇસમને મોટરસાયકલ તથા કોપર વાયર મળી કુલ રૂ.૪૬,૯૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસ સ્ટાફ મોરબી-જેતપર રોડ રંગપર ગામ પાસે આવેલ સત્યમ વે-બ્રિજ પાસે આવતા એક ઇસમ મોટર સાયકલની ટાંકી ઉપર બાચકુ લઇને પસાર થતા જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં- GJ-03- LJ-6450 વાળુ હોય તેમજ તેની પાસે રહેલ બાચકામાં જોતા કોપર વાયર ભરેલ હોય જેના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. રાજકોટ સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાતા, તેમજ કોપર વાયર પકડાયેલ ઇસમે ગઇકાલ પાવડીયારી કેનાલ પાસે આવેલ લેમલ કારખાનામાંથી ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરી કરી તે હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે કિ.રૂ.30,000/- ગણી, તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર આશરે ૨૬ કિલો કિ.રૂ.૧૬૯૦૦/- સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી ઇસમ નવઘણભાઇ મફાભાઇ કમાભાઇ મંદુરીયા ઉ.વ. ૨૪ રહે. મુળ ગામ ભગુપુર તા. ચુડા જી. સુરેન્દ્રનગરવાળાને સી.આર.પી. સી. કલમ ૪૧(૧) ડી. મુજબ પકડી પાડેલ છે.

મોટરસાયકલ બાબતે ઇસમને પુછપરછ કરતા મોટરસાયકલ પોતે આજથી આશરે ચારેક માસ પહેલા રાજકોટ બેડી ચોકડી પાસે મોરબી રોડ, ઉપર એક ચાની દુકાન પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે જે ઇસમને ઉપરોકત મુદામાલ સાથે મોરબી તાલુકા પો.સ્ટે.માં સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર