રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા જંપના આરોપીને ઝડપી લેતી વાંકાનેર સિટી પોલીસ
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ ફર્લો રજા જંપના પાકા કામના કેદી (આરોપી)ને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઝડપી પાડયો છે.
મોરબી જીલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ-ફર્લો જંપના આરોપીઓને પકડી પાડવા અવાર નવાર સ્પેયલ ડ્રાઇવનું આયોજન કરી આરોપીઓને પકડી પાડવા કડક સુચના કરેલ હોય જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અને બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામના કેદી શાહરૂખભાઇ શબ્બીરભાઇ દરજાદા રહે-૨૫ વારીયા વાંકાનેર જી-મોરબી વાળો ફર્લો રજા પર બહાર આવેલ હોઇ અને ફર્લો રજા પુર્ણ થતા જેલમાં હાજર થયેલ ન હોય અને ફરાર હોઇ જે પાકા કામના કેદીને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરવામા આવેલ છે.