વ્યાજખોરોએ હદ વટાવી: રાજપરના યુવાન પાસેથી 40 લાખની સામે 59 લાખ વસુલ્યા ; યુવકનું અપહરણ કરી માર માર્યો
મોરબીમાં વ્યાજખોરોએ બધી જ રેખાઓ પાર કરી દિધી હોય તેમ લાગી રહ્યું છે પોલીસ જાણે વ્યાજખોરોના ખીચ્ચામાં હોય તેમ મનફાવે તેવી દાદાગીરી ચલાવવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપર ગામે રહેતા યુવકે કોઈ કામ માટે તેમના ગામના વ્યાજખોર રવીભાઈ સહિત ત્રણ શખ્સોએ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે વ્યાજ સહિત ચુકવી દિધેલ હોવા છતાં વ્યાજખોરોએ યુવકનું અપહરણ કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા હરેશભાઈ ગોરધનભાઈ વડગાસીયા (ઉ.વ.૩૪) એ તેમના જ ગામના આરોપી રવીભાઇ સવજીભાઈ મારવાણીયા રહે. રાજપર તથા કેલ્વિનભાઈ પટેલ અને વિશાલભાઈ વિનોદભાઈ પારેજીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તેમના જ ગામના આરોપી રવીભાઇ મારવાણીયા પાસેથી રૂ. ૨૦,૦૦,૦૦૦ લાખ ૩૦% ના વ્યાજે લીધેલ હોય અને રૂ.૩૨,૦૦,૦૦૦ લાખ ચૂકવી આપેલ હોય તેમ છતા વધુ રૂપિયા ચુકવવા અવાર નવાર ફોન તેમજ રૂબરૂ આવી ફરીયાદીને ધમકી આપી આરોપી વિશાલભાઈ પાસેથી કટકે કટકે રૂ.૨૦,૦૦,૦૦૦ લાખ ૧૫% તથા ૩૦% ના વ્યાજે લીધેલ હોય અને રૂ.૨૭,૦૦,૦૦૦ લાખ ચૂકવી આપેલ હોય તેમ છતા આરોપી વિશાલના સાઢુભાઈ કેલ્વીનભાઈ થતા હોય જેના મારફતે અવાર નવાર વ્યાજે આપેલ રૂપિયાની ઉઘરાણી કરી રૂબરૂ તેમજ ફોન પર ધમકી આપી આરોપીઓએ યુવકને લખધીરપુર પ્રાથમિક શાળાના મેઇન ગેઇટ પાસે બોલાવી બળજબરીથી સ્વીફ્ટ કારમાં બેસાડી અપહરણ કરી લઇ જઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.