Saturday, September 28, 2024

ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માટે જનતાને એસીબી અધિકારીઓની હાકલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમગ્ર દેશમાં ધીમે ધીમે ભ્રષ્ટાચારનો વાયરસ પોતાની પકડ મજબૂત કરી રહ્યો છે. સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ દ્વારા અવારનવાર ભ્રષ્ટાચાર કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હજુ પણ જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત ક્યાંકને ક્યાંક ખૂટી રહી છે. ત્યારે ભ્રષ્ટાચારને જળથી જ ભાંગી નાખવા માટે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACB દ્વારા જનતાને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માટે હાકલ કરી છે.

ઘણા બધા ભ્રષ્ટ કર્મચારીઓ જનતાના કામો માટે ટેબલ નીચેથી વહીવટ કરતા હોય છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે જનતાએ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને અવાજ ઉઠાવવો જોઇએ. જાહેર જનતા વધુ ને વધુ જાગૃત બને અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે તેના માટે એસીબી દ્વારા ઘણા સમયથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

એસીબી દ્વારા જાહેર જગ્યા ઉપર જઈને લોકોને જાગૃત કરવામાં આવે છે કે “તમે કોઈપણ સરકારી વિભાગે કચેરીમાં જાઓ ત્યારે તમારી પાસે લાંચ માંગે તો રકમ નાની હોય કે મોટી આપવી નહીં અને આવા સરકારી ભ્રષ્ટ કર્મચારીઓ ની ફરિયાદ કરવા માટે આગળ આવો અને ફરિયાદ નોંધાવો. એસીબી દ્વારા ક્યારેય પણ ફરીયાદીનું નામ બહાર પાડવામાં આવતું નથી એટલે કોઈપણ જાતના ભય વગર જનતાએ અવાજ ઉઠાવીને આવા ભ્રષ્ટ કર્મચારીઓ અથવા સરકારી બાબુઓ ની ફરિયાદ નોંધાવવા આગળ આવવું જોઈએ. કોઈપણ સરકારી બાબુ કે ભ્રષ્ટ કર્મચારી લાંચરુશવતની માંગણી કરેલ ત્યારે એસીબીના ૧૦૬૪ નંબર પર સંપર્ક કરવો અને ફરિયાદ નોંધાવવી.”

એસીબી પી.આઈ. અને તેમનો સ્ટાફ આ રીતે ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે વધુને વધુ જાગૃત કરી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર