વરસાદી માહોલ વચ્ચે મોરબીવાસીઓ માલામાલ: ચક્રવાત ન્યૂઝની બમ્પર ઇનામી યોજના ..લૂંટો..લૂંટો…લૂંટો
ઉપરનું ટાઇટલ વાચકોને અચરજ પમાડે તેવું છે પરંતુ હકીકત છે કેમ કે ચક્રવાત ન્યૂઝ કોઈ નેતાઓની ચાપલૂસી કે ભ્રષ્ટ અધિકારીની કટકીથી ચાલતું ન્યૂઝ નથી.પરંતુ મોરબીનું એકમાત્ર અને નંબર વન NO FEAR NO FEVER સાથે લોકલાગણીની વાચા ચાલતું નીડર પત્રકારત્વ છે.
હાલ અતિ વરસાદ થી માળીયા તાલુકાના ગામોની હાલત દયનીય છે તેમ છતા સરકારે માળીયા તાલુકાને પૂરગ્રસ્ત જાહેર કરીયો નથી તેમ છતા માળિયા ના ધારાસભ્ય કાંતિભાઈ ખેડૂતો ને દાઝ્યા ઉપર ડામ આપતા હોઈ તેમ ફક્ત ફોટો સેશન કરવા પહોંચી ગયા છે. જેમાં તે સર્વે ના નામ પર નાટક કરી ખેડૂતોને ભરમાવી રહ્યા છે. ભૂતકાળમાં સર્વેના નામ પર નાટક થયા હતા અને આજ દિન સુધી ખેડૂતોને કંકોડા પણ આપવામાં આવ્યા નથી. જો કોઈ ખેડૂત હેક્ટર દિઠ ૮૫૦૦૦ હજાર સહાય મળી હોઈ અને સહાયપત્રક સાથે ચક્રવાત ની ઓફીસ આવશે તો તને ૧૧૦૦૦ નું ઇનામ આપવામાં આવશે.
પંચાસર રોડના પ્રશ્ન અને ઝડપી કામ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ કરેલા વાયદા મુજબ એક મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું હોઈ અને લોકોખુશાલ હોય એવા પ્રમાણ લાવનાર ને ૧૧૧૧ રૂપિયા નું ઇનામ અપવમાં આવશે.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કલેક્ટર ખુદ નગરપાલિકા બેસીને લોકોના પ્રશ્ન સાંભળશે તે વાયદો હાલ પણ અવિરત હોઈ અને મોરબી ની હાલત ફક્ત પાંચ દિવસમાં ઠીક થઈ જશે તે મુજબ થઈ ગય હોઈ તેવા પ્રૂફ લાવનાર ને ૨૧૦૦ રૂપિયા આપવામાં આવશે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના મગરની પીથ જેવા રોડ,ગંધાતી ગટર, રખડતા ઢોર,બેફામ ટ્રાફિક, પ્રશ્ન હલ થયા હોઈ અને તેમાં ઘટાડો થયો હોઈ તેવું પ્રૂફ લાવનાર ને ૧૧૧૧ રૂપિયા આપવમા આવશે તથા તેનો પ્રોત્સાહન કરતો ફોટો પણ મૂકવામાં આવશે.
ધારાસભ્ય જાહેરમાં કહેતા હતા કે નગરપાલિકાનું તમામ ફંડ તેના પક્ષના જ અમુક આખલા ચરી ગયા તે આખલાઓ વિરૂદ્ધ નામજોગ સરકારમાં કે ACB મા એક પણ અરજી કરી હોઈ તેની કોપી લાવનાર ને ૨૧૦૦ રૂપિયાનું ઇનામ વ્યક્તિદીઠ આપવમાં આવશે.
લાતીપ્લોટ વિસ્તાર નું કિચડ અને કચરો અને રોડ રસ્તા ૧૦ દિવસમાં દૂર થઈ જસે અને રાખતા ઢોર ને ૫ દિવસમાં પકડી લેવામાં આવશેના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ના વાયદા સાચા ઠર્યો નું જાહેર કરનાર ને ૫૧૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
મોરબી – માળિયા ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં એક પણ રસ્તો સાત કિલોમીટર સુધી સારો હોઈ તેવા ફોટો ગ્રામ લાવનાર ને ૧૧૦૦ રૂપિયા આપવામાં આવશે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયા ના ગામ જેતપર થી પીપળી સુધીનો રાજ્ય ધોરીમાર્ગ ૩૨૧ જેનું ટેન્ડર ૧૪૦ કરોડથી વધુ છે જે લોકો માટે અનાવરણ થાઈ તે પહેલાં જ થીગડા મારવા પડ્યા જે ફરી થયો હોઈ કે તપાસ થઈ હોઈ તેવું જણાવનારને ૫૫૫૫ રૂપિયા ઇનામ આપવામાં આવશે.
આજ ચક્રવાત ન્યૂઝ દિલ ખોલીને ખજાનો લુંટવા હાકલ કરી ને લૂંટી લો લૂંટી લો લૂંટી લો