સુરક્ષા દળોએ નક્સલવાદીઓના સાત અડ્ડાઓનો ભંગ કર્યો છે. પોલીસે જણાવ્યું કે આ અડ્ડાઓ છત્તીસગઢ–મહારાષ્ટ્ર સરહદ પર હતા, જ્યાં ત્રણ દિવસની કામગીરી દરમિયાન આ અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. નક્સલવાદીઓના અડ્ડાઓથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો છે.એક વરિષ્ઠ રિઝર્વ અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન, અલગ અલગ એન્કાઉન્ટરમાં એક ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાન શહીદ થયો છે અને બીજો ઘાયલ થયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ (બસ્તર રેંજ), સુંદરરાજ પીએ, પીટીઆઈને જણાવ્યું કે, ‘છત્તીસગઢના નારાયણપુર અને કાંકર જિલ્લામાં અને મહારાષ્ટ્રના ગડચિરોલીના ત્રિ-જંકશનમાં માઓવાદીઓની દંડકારણ્ય વિશેષ ઝોનલ કમિટીના વરિષ્ઠ લોકોની હાજરી વિશે અમારી પાસે માહિતી હતી.’
તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ મંગળવારે ‘ઓપરેશન સંગમ’ ચલાવ્યું હતું અને નારાયણપુર અને કાંકરથી અલગ ટીમો છત્તીસગઢની રાજધાની રાયપુરથી આશરે 300 કિલોમીટરના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ કામગીરીમાં રાજ્ય પોલીસના જિલ્લા રિઝર્વ ગાર્ડ, વિશેષ ટાસ્ક ફોર્સ, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના 700 થી વધુ જવાનો શામેલ હોવાનું કહેવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો છે કે સુરક્ષા દળોએ 2012-13 પછી માઓવાદી ગઢ ગણાતા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.
ઓપરેશન દરમિયાન, બારામટોલા, કુદુલપડ, કુમાલચાલમેતા, ટેકમેટા અને કુકુર ગામના પર્વતીય જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અનેક એન્કાઉન્ટર થયા હતા અને સાત માઓવાદીના અડ્ડા મળી આવ્યા હતા.આઇજીએ જણાવ્યું હતું કે બુધવારે કુકુર ગામ નજીક એન્કાઉન્ટર દરમિયાન ડીઆરજી જવાન શહીદ થયો હતો અને અન્ય ડીઆરજી જવાન ઘાયલ થયા હતા. છુપાયેલા સ્થળેથી એરો-બોમ્બ, ટિફિન બોમ્બ, પાઇપ બોમ્બ, માઓવાદી ગણવેશ, બેનરો, પોસ્ટરો, દસ્તાવેજો અને દૈનિક ઉપયોગની સામગ્રી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.