Tuesday, September 24, 2024

રઘુવંશી સમાજને ખતમ કરવાના કાવાદાવા વચ્ચે રઘુવંશી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિધાનસભાની ચૂંટણી પહેલા રઘુવંશી સમાજે કર્યું શક્તિ પ્રદર્શન

વાંકાનેર નગરપાલિકાને સુપર સિડ કરી લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમણી સામે કાવાદાવા રચી રહેલા મોરબી જિલ્લાના કદાવર નેતાને રઘુવંશી સમાજે આડે હાથ લઈ જીતુભાઈ સોમણીને એકલા સમજવાની ભૂલ નહિ કરવા તાકીદ કરી હતી. રઘુવંશી સમાજને અન્યાય મુદ્દે મોરબીમાં રઘુવંશી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો રઘુવંશી સમાજ દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો.

મોરબીના રાજપર ખાતે રઘુવંશી ક્રાંતિમંચના નેજા હેઠળ જીતુભાઈ સોમાણીના સમર્થનમાં રઘુવંશી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ખાસ કરીને સાંસદ મોહન કુંડારિયા અને વાંકાનેરના કદાવર નેતા જીતુ સોમણી વચ્ચે ચાલી રહેલી લડાઈના પરિણામ રૂપ આ સંમેલન યોજાયું હતું. જેમાં ખાસ કરીને રઘુવંશી સમાજના અગ્રણીઓએ સાંસદ મોહન કુંડારિયા તેમજ ભાજપ ઉપર આકાર પ્રહારો કરી રઘુવંશી સમાજને અન્યાય કર્યો હોય ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો પણ ખુલ્લો પડકાર કર્યો હતો.

આ મહાસંમેલનમાં વાંકાનેરના એકલવીર અગ્રણી જીતુભાઈ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા તેમજ મોરબીના મોટા માથા ઉપર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે તેઓ રઘુવંશી સમાજને ખતમ કરવા માંગે છે. ઉપરાંત રામધામના નેજા હેઠળ સમગ્ર રઘુવંશી સમાજને એકત્રિત કરવાનો છે. પરંતુ આ કામ અમુક લોકોને નથી ગમતું.


આ સમલેનમાં હાજર લોહાણા આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં લોહાણા અગ્રણીઓને પણ ભાજપ ટીકીટ નહિ આપે તો અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડીને જંપીશું. અમને અસંગઠિત ન સમજતા અને સંમેલન ન થાય તે માટે મોટા માથાએ કાવાદાવા કર્યા હોવા છતાં ભવ્ય સંમેલન કરીને વિરોધીઓને સમાજની એકતાની તાકાત બતાવી હોવાનું રઘુવંશી ક્રાંતિપથના નેતા ડો. રમેશ ઠક્કરે કહ્યું હતું. અન્ય અગ્રણીઓ કહ્યું હતું કે, જે રઘુવંશી સંમેલનનો વિરોધ કરશે એ હોસ્પિટલમાં જશે.

ચલાલા નગર પાલિકાના પ્રમુખ પ્રકાશ કારિયાએ કહ્યું હતું કે, જીતુ સોમાણી એકલા નથી તેની સાથે આખો સમાજ છે, આંગળી ચીંધીશ તો આખું કાંડુ કાપી નાખીશુ તેવો હુંકાર પણ જાહેર મંચ ઉપરથી ભણી આગામી ચૂંટણી દરમિયાન રઘુવંશી સમાજ સાથેનો રાગદ્વેષ ભાજપને ભારે પડશે તેવું સ્પષ્ટ પણે કહ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર