રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આયોજીત રઘુવંશી મહાસંમેલન નો મુખ્ય ઉદેશ રઘુવંશી સમાજ ની એકતા તથા રઘુવંશી સમાજ ના એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ નુ ભવ્યાતિભવ્ય નિર્માણ
કમીજળા મુકામે પૂ.ભાણસાહેબ ની જગ્યા ના પૂ.જાનકીદાસબાપુ ના આશિર્વાદ પ્રાપ્ત કરતા રઘુવંશી ક્રાંતિ મંચ ના અગ્રણીઓ
મોરબી મુકામે તા.૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ સાંજે ૬ કલાકે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન તથા મહાપ્રસાદ (જ્ઞાતિ ભોજન) ના કાર્યક્રમ નુ આયોજન પટેલ સમાજ વાડી, રાજપર ગામ, શનાળા થી રાજપર રોડ, મોરબી મુકામે કરવા મા આવ્યુ છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાતભર માંથી રઘુવંશીઓનુ ઘોડાપુર મોરબી મુકામે ઉમટી પડશે. રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર ના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ મહા સંમેલન ના ભાગરૂપે ગામેગામ થી રઘુવંશી સમાજ ના ભાઈઓ-બહેનો ને સંમેલન સ્થળ સુધી લાવવા તેમજ પરત લઈ જવા માટે દરેક ગામ ના રઘુવંશી અગ્રણી દ્રારા પરિવહન ની વ્યવસ્થા કરવા મા આવી છે. તે ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચ ના અગ્રણી મહેશભાઈ નગદીયા, મુન્ના ભાઈ ઠક્કર તથા દીલીપ ભાઈ ઠક્કર સહીત ના મહાનુભવોએ કમીજળા મુકામે પૂ.ભાણસાહેબ ની જગ્યા ના મહંત પૂ. જાનકીદાસબાપુ ની રૂબરૂ મુલાકાત લઈ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે પૂ.જાનકીદાસબાપુએ સંમેલન સફળ અવશ્ય રહેશે તેવા આશિર્વાદ આપ્યા હતા, તે ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચ ની સમાજ પ્રત્યે ની કટીબધ્ધતા ને બિરદાવી હતી.
દરેક શહેર તેમજ મથકો પર રઘુવંશી અગ્રણીઓ દ્વારા સમસ્ત સમાજ ને મોરબી ખાતે મહાસંમેલન ઉમટી પડવા આહવાન કરવા મા આવી રહ્યુ છે ત્યારે જસદણ રઘુવંશી સમાજ ના મહિલા અગ્રણી, રઘુવંશી ક્રાંતિ મંચ ના સૌરાષ્ટ્ર ઝોન ના અધ્યક્ષ સોનલ બેન વસાણી ની આગેવાની માં મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા દરેક રઘુવંશીઓ ના ઘરે-ઘરે જઈ રઘુવંશી સમાજ ને આમંત્રણ પાઠવ્યુ છે.
અન્યાય કરવો તે પાપ છે પરંતુ અન્યાય સહન કરવો તે મહાપાપ છે , તે ઉક્તિ ના અર્થ મુજબ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી સમાજ ને વિવિધ ક્ષેત્રો થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા, રઘુવંશી સમાજ ના સ્થાપિત હીતો ને પ્રસ્થાપિત કરવા, સમસ્ત સમાજ મા એકતા નો સંચાર કરવા ના હેતુસર આ મહાસંમેલન નુ આયોજન કરવા મા આવી રહ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા નિર્માણાધિન પવિત્ર શ્રી રામધામ ના નેજા હેઠળ દેશ-વિદેશ મા વસતા સમસ્ત રઘુવંશીઓ એક તાંતણે બંધાય તે બાબત ને પ્રાથમિકતા આપવા મા આવી છે.
આ મહાસંમેલન ના યજમાન પદે શ્રી લોહાણા મહાજન-મોરબી ઉપરાંત મોરબી રઘુવંશી સમાજ ની વિવિધ સંસ્થાઓ તેમજ સમસ્ત લોહાણા સમાજ-મોરબી બિરાજમાન છે ત્યારે રાજકોટ રઘુવંશી પરિવાર ના હસુભાઈ ભગદેવ, મેહુલભાઈ નથવાણી, પરેશભાઈ વિઠ્ઠલાણી સહીત ના રાજકોટ લોહાણા સમાજ ના અગ્રણીઓ, વાંકાનેર લોહાણા સમાજ ના અગ્રણી- પવિત્ર રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, મહેશભાઈ રાજવીર, સુનિલભાઈ ખખ્ખર, શ્યામભાઈ કોટક, બટુકભાઈ બુધ્ધદેવ, કાકુભાઈ બુધ્ધદેવ, કે.જે.પુજારા, ઉતમભાઈ રાજવીર, ધર્મેશભાઈ ભીંડોરા તથા સમસ્ત વાંકાનેર લોહાણા સમાજ, ટંકારા લોહાણા સમાજ અગ્રણી રઘુવંશી ક્રાંતિ મંચ ના સૌરાષ્ટ્ર ઝોન ના મંત્રી શ્રી ભાવીનભાઈ સેજપાલ તથા તેમની ટીમ, ટંકારા લોહાણા મહાજન તથા સમસ્ત લોહાણા સમાજ ટંકારા, હળવદ લોહાણા સમાજ અગ્રણી શ્રી બકાભાઈ ઠક્કર, હળવદ લોહાણા મહાજન તથા સમસ્ત લોહાણા સમાજ હળવદ, પડધરી લોહાણા મહાજન તથા સમસ્ત લોહાણા સમાજ પડધરી, આમરણ લોહાણા મહાજન તથા સમસ્ત લોહાણા સમાજ આમરણ સહીતના સૌરાષ્ટ્ર ના વિવિધ શહેર તથા ગામ ના લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા સમસ્ત લોહાણા મહાજન મોરબી, મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થા ના અગ્રણીઓ તેમજ સમસ્ત લોહાણા સમાજ મોરબી સાથે ખભેખભા મીલાવી, જ્ઞાતિ એકતા પ્રસ્થાપિત કરવા તેમજ સમાજ ના લોકો ને વિવિધ ક્ષેત્રે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા ના હેતુસર યોજાનાર આ મહાસંમેલન ને સફળ બનાવવા જહેમત ઉઠાવવા મા આવી રહી છે. તે ઉપરાંત દરેક શહેર મા વસતા રઘુવંશીઓને તા.૧૭-૭ રવિવાર ના રોજ મોરબી મુકામે યોજાનાર રઘુવંશી એકતા મહાસંમેલન મા ઉમટી પડવા, જ્ઞાતિગંગા ના દર્શન કરવા જાહેર નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.