Thursday, October 31, 2024

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જુગાર રમતા છ ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને સંયુકતમાં બાતમી મળેલ કે, ભરતભાઇ નારાયણભાઇ ગઢવી રહે.રફાળેશ્વર સોનલનગર સોસાયટી પાંજરાપોળની પાસે તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેણાંક મકાને રેઇડ કરતા જુગાર રમતા છ ઇસમો ભારૂભા લાલુભા ગઢવી, કનુભાઇ ભિખુભાઇ ગઢવી, સંજયભાઇ પ્રવીણભાઇ ગઢવી, રમેશભાઈ માધાભાઈ ભરવાડ, જીતુભાઇ રામજીભાઇ ગોહેલ રહે પાંચેય રફાળેશ્વર ગામ તા.જી.મોરબી તથા લખમણભાઇ મનુભાઈ ગઢવી રહે.લીલાપર રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૨,૨૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક શખ્સ ભરતભાઇ નારાયણભાઇ ગઢવી રહે. રફાળેશ્વર તા.જી. મોરબીવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર