મોરબીના રફાળેશ્વર ગામેથી જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમો ઝડપાયાં
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે ડો. આંબેડકર હોલની બાજુમાં પ્રતાપભાઈ દેવજીભાઈ રાઠોડના ઘર પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે ડો. આંબેડકર હોલની બાજુમાં પ્રતાપભાઈ દેવજીભાઈ રાઠોડના ઘર પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમો અતુલભાઈ સવજીભાઈ ખાંભડીયા ઉવ-૪૫, બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા ઉવ-૩૦, નીમુબેન કીશોરભાઈ પ્રભુભાઈ પીપળીયા ઉ.વ ૩૫, સજજનબેન અતુલભાઈ સવજીભાઈ ખાંભડીયા ઉવ-૪૨, ગીતાબેન લખમણભાઈ નાનજીભાઈ રાઠોડ ઉવ-૪૨, હકુબેન ધીરૂભાઈ જકશીભાઈ રાઠોડ ઉવ-૪૫, રીટાબેન બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા ઉવ-૨૮ રહે. રફાળેશવર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.