Sunday, September 22, 2024

PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો પર PWD કર્મચારીઓ કરી રહ્યા છે કુશળતાથી સંચાલન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકોએ મતદારો કરી રહ્યા છે કતારો લગાવીને મતદાન

મોરબી : મોરબીમાં રામકૃષ્ણનગર વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં લોકો લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે. આ મતદાન મથક પરની તમામ કામગીરી અને સંચાલન વિકલાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોના કુલ ૯૦૬ મતદાન મથકો પર મતદારો ઉત્સાથી મતદાન કરી રહ્યા છે. આ ૯૦૬ મતદાન મથકોમાંથી કેટલાક મતદાન મથકોને સખી મતદાન મથક, મોડેલ મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, સવિશેષ સિરામીક મતદાન મથક તેમજ PWD કર્માચારીઓ દ્વાર સંચાલિત મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે મોરબીમાં રામકૃષ્ણનગર વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા ખાતે, ટંકારામાં પ્રભુનગર પ્રાથમિક શાળા, મિતાણા-૨ ખાતે અને વાંકાનેરમાં વિડી ભોજપરા પ્રાથમિક શાળા ખાતે PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક આજે કાર્યરત છે. આ મતદાન મથકો પર બહોળી સંખ્યામાં લોકો કતારો લગાવી મતદાન કરી રહ્યા છે. આ ત્રણેય મતદાન મથકોનું PWD કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવી રહ્યું છ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર