મોરબી: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પત્ની સુશીલા મેરજા સાથે પોતાના માદરે વતન ચમનપર ગામે મતદાન કર્યું હતું. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના ગામે ખાતે મતદાન કર્યા બાદ ભાજપ જ જંગી બહુમતીથી વિજય થશે તેવું જણાવ્યું હતું. અને સવારથી લાઈન ઉભેલ મતદારોનો ઉત્સાહ વધારવા તેમને બિરદાવ્યા હતા.

