Friday, November 22, 2024

વાંકાનેર : પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરવાની કોશિશ કરી, બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેર ખાતે રહેતી એક પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાતની કરવાની કોશિશ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નમીરાબેન સોયેબભાઇ ઉર્ફે સની બ્લોચ (ઉવ. 22, રહે.ભાટીયા સોસાયટી, ચંદ્રપુર, વાંકાનેર)એ તેના પતિ સોયેબભાઇ ઉર્ફે સની અલીમહંમદભાઇ બ્લોચ તથા સાસુ મુમતાઝબેન અલીમહંમદભાઇ બ્લોચ (રહે. બંને ભાટીયા સોસાયટી, ચંદ્રપુર, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 8 ના રોજ ફરીયાદીને તેના ચાર વર્ષના દાંપત્યજીવન દરમ્યાન તેણીના પતિ તેમજ

સાસુ મુમતાઝબેન અલીમહંમદભાઇ બ્લોચએ ત્રાસ આપી તેમજ આરોપી પતિ કોઇ સ્ત્રી સાથે પ્રેમસંબંધ ધરાવતો હોય તેવી ફરીયાદીને શંકા હોય તે બાબતે બન્ને આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી માનસીક તેમજ શારીરિક દુઃખ-ત્રાસ આપતા તેમજ ફરીયાદીને આરોપીઓે તુ ગમતી નથી તારા માવતરે જતી રહે તેવુ કહેતા ફરીયાદીને મનમા લાગી આવતા ફરીયાદીએ પોતાની રીતે ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. જે બાદ પિડીતાએ વાંકાનેર શહેર પોલીસમાં આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર